Sunday, June 7, 2009

આપણુ નામ

આપણે કાંઇક મોટુ કાર્ય કરીયે અને આપણુ નામ, જગત જાણવા લાગે। એમ એમ આપણે અભિમાન નાં નશા માં ચકચુર થાતા જઈયે છીયે.અને આપણે આપણી રીતે જીવવા લાગીયે છીયે છે જાણે દુનીયા આપણા લીધે જ ચાલે છે॥એના લીધે દુનીયા ને આપણે ગમતા નથી..અને આપણા હોદ્દા નું અને આપણી કળા નું કોઇ જ માન રહેતુ નથી. એનાં કરતા તો આપણે વધારે નમ્ર બનતા જાઈયે તો આપણ ને જ આપણા હોદ્દા નો અને આપણી કળા નો ભાર નહી લાગે..કદાચ આપણે તો આ નથી સમજતા..પણ કમસેકમ આપણા બાળકો ને આપણે એ સમજાવીયે તો આપણુ ભવિષ્ય જરુર સારુ થાશે..અને એ સારી રીતે જીવન પસાર કરી શકશે...કારણકે આજે લોકો સત્તા નાં નશા માં અને આવડત નાં નશા માં એટલા ડુબેલા છે કે એમની દયા આવે છે કે આ વ્યક્તી આગળ જાતા કેટલો એકલો થઈ જાશે એની એને જ ખબર નથી .

નીતા કોટેચા

No comments:

Post a Comment