Sunday, June 7, 2009

મનન

આજે મનન ને તાવ આવે ચાર દિવસ થઈ ગયા..પણ તાવ ઉતારવાનું નામ જ ન હોતો લેતો.. હવે સ્વપ્નીલ અને સંધ્યા થી સહન નહોતુ થતુ..આખરે એમણે DR. ને કહ્યુ હવે આપણે મનન ને હોસ્પિટલ માં દાખલ કરીયે તો કેમ રહેશે??
Dr. એ ના પાડી કે ના એવી કોઇ જરુરત નથી..ઉતરી જશે..
પણ હવે બન્ને માન્યા નહી અને મનન ને સારા મા સારી હોસ્પીટલ માં દાખલ કરવા મા આવ્યો..
ઉમર નાની હતી..ખાલી સાત વર્ષ નો હતો મનન..
મનન ને સરખી રીતે હોંશ નહોતો આવતો...
નીંદર મા એનો બબડાટ ચાલુ જ હતો...
શું બોલતો હતો કોઇને ખબર પડતી ન હતી....
આખરે Dr।માતા પિતા ને પોતાની off॥ માં બોલાવ્યાં॥અને પુછ્યું કે "મને સમજાવો કે જ્યારે એને તાવ આવ્યો॥એનાં આજુબાજુ નાં દિવસો માં તમારા ઘરમાં શું શું થયું હતુ??
સ્વપ્નીલ એ કહ્યુ "એવુ કાંઇ ખાસ નહોતુ થયું..બસ અમારા બન્ને વચ્ચે નો ઝગડો થયો હતો..એ તો ચાલે રાખે...
Dr.. ભડકી ગયા..."ચાલે રાખે એટલે..તમારી કાંઇ જવાબદારી છે કે નહી...તમને કાંઇ અક્કલ છે કે નહી...ઝગડૉ શુ હતો એ મને કહો હવે....."
સ્વપ્નીલ શાંત થઈ ગયો...એણે કહ્યુ "એ દિવસે મારી પત્ની નાં પિયર મા મારા સાસરા વાળા ઓ એ પુજા રાખી હતી...અને અમારા વચ્ચે ઝગડો હતો કે આમંત્રણ આપવા માટે કોનો ફોન આવ્યોં?? અને સંધ્યા એ મને કહ્યું કે તમને જોઇયે તો મનન ને પૂછી લ્યો કે મમ્મી અને પપ્પા બન્ને નો ફોન આવ્યો હતો..અને મે મનન ને હચમચાવી નાંખ્યો હતો કે સાચુ બોલ,મમ્મી એ જ તને ખોટુ બોલવાનું કહ્યુ હશે... અને એ ડરી ગયો અને એની મમ્મી ની પાછળ છુપાઈ ગયો હતો...અને અમે પૂજા માં ગયા નહી ..અને સંધ્યા રડતા રડતા સુઇ ગઇ.....રાતના અમે સુઈ ગયા અને સવારનાં જોયુ તો મનન ની આવી હાલત હતી..."
અને Dr..એ જોરથી ટેબલ ઉપર હાથ પછાડી ને કહ્યુ, "તમારા લોકો માં અક્કલ છે કે નહી ..તમારી વાત ને સાચ્ચી અને ખોટી કરવા માટે તમે એક બાળક નો સહારો લીધો...શરમ આવવી જોઇયે તમને બન્નેને.."
સ્વપનીલ અને સંધ્યા ને પોતાની ભુલ સમજાણી...
મનન નો તાવ હજી ઉતરતો ન હતો...
છેલ્લે Dr. એ કહ્યું આનો એક જ રસ્તો છે...તમે તમારી પત્ની નાં પિયરીયા ને બોલાવો..અને એ સાંભળે એમ હસતા હસતા વાતો કરો..
સ્વ્પનીલ સાસરે ગયો...સાસુ સસરા ની માફી માંગી અને Dr... એ કહેલી બધી વાત કહી..એનાં સાસુ સસરા તરત જ એની સાથે હોસ્પિટલ માં પહોચ્યાં અને જેમ Dr..એ કહ્યુ હતુ એમ જ એ લોકો એ કર્યું...
અને મનન ને તો પણ બીજા ત્રણ દિવસ સારા થવામા નીકળી ગયા...
સારુ થયા પછી પહેલો સવાલ મનન નો હતો કે...પપ્પા ગુસ્સા માં નથી ને મમ્મી..???
પણ હવે એની તબીયત એકદમ સારી હતી...આજે રજા લેવાની હતી...
સ્વપ્નીલ અને સંધ્યા DR..પાસે ગયા...DR..એ કહ્યું તમારી માટે જે નાની વાત છે એ બાળકો માટે બહુ મોટી વાત હોય છેં..એ લોકો ઝગડા સહેન નથી કરી સક્તા...
તો મહેરબાની કરીને સંભાળજો....
એ દિવસ થી એમને જીવવાની રીત બદલાવી નાંખી અને હંમેશ ઘર માં ખુશ્ખુશાલ વાતાવરણ રાખવા લાગ્યાં...
બાળકો ને ખુબ જ પ્રેમ થી ઉછેરવુ જરુરી છે....
આપણાં અભિમાન માં અને માન અપમાન નાં ચક્કર માં બાળકો પિસાતા હોય છેં અને આપણને ખબર પણ પડતી નથી હોતી...
બાળકો નાં મન ને વાંચી ને જિંદગી જીવવુ જરુરી છે...નહી તો પ્રભુ એ આપેલુ ફુલ કરમાઈ જતા વાર નહી લાગે...અને એ અપમાન આપણે પ્રભુ નું કર્યુ કહેવાશે...


નીતા કોટેચા...

No comments:

Post a Comment