Sunday, June 7, 2009

શેરબજાર ભાઈ..........................

હમણા શેરબજાર ભાઈ ઉંધે માથે પટકાણા છેં..બધાનાં મોટા દિવસો બગડ્યા છેં આ વખત,આ બજાર વાળા ઓ ની એક વાત મે વર્ષો થી જોઈ છ, કે બજાર ઉપર હોય કે નીચે,અહીયા વાળા હંમેશા દુઃખી જ હોય, એ લોકો શેર્સ લે તો પણ દુઃખી હોય એને વેચે તો પણ દુઃખી હોય...લે તો કહેશે કે, હાય, ભાવ ઉતરી ગયા...હજી નીચેમા મલત..અને વેચે તોય દુઃખી હોય કે, હાય ભાવ વધી ગયા, હજી ઉપરમાં વેચી શકત..કેટકેટલી.....નુકશાની કરે, તોય આનુ વ્યસન એક વાર લાગ્યુ એ આમાથી નીકળી ન શકે...પાછો ત્યાં જ જઈને ઉભો રહે..એમાં હવે બહેનો ને આનુ વ્યસન લાગવા મંડ્યુ છેં..એટલે એમના ઘરનાં બચ્ચાઓ નાં વિષે વિચારો...પહેલા બાપા હારી ને આવતા તો ગુસ્સો ઘર પર નીકળતો. હવે મમ્મી પણ ગુમાવીને આવે એટલે વગર મફત નાં ઓલા ભુલકાઓ નો વારો નીકળે...અને એ લોકો પણ પાછા એવા જ થાય...મોટા થઈને...હું એક સગાનાં ઘરે ગઈ હતી .ત્યાં ચોથા ધોરણ માં ભણતુ એક બચ્ચુ ટીવી જોતુ હતું...હુ એની રુમમાં એને મલવા ગઈ.મને એમ કે એ કાર્ટુન જોતો હશે તો ત્યાં CNBC ચાલુ હતુ.મને એટલુ અચરજ થયું...મે એને પુછ્યુ શું બચ્ચા કેમ ચાલે છ, મજામા?તો એણે હાથનાં ઈશારા થી જવાબ આપ્યો એક મીનીટ ....હુ ઉભી રહી...પછી જરા વાર રહીને મને કહે "હા આંટી જુઓ, એકદમ મજામા"મે પુછ્યુ "શું જોતો હતો?"તો કહે "પપ્પા એ જે શેર્સ લીધા છે એનો ભાવ જોતો હતો.."આજે એમના ભાવ વધ્યા...આજે ઘરમાં રામાયણ નહી થાય...અને પછી પોતે જ હસતો હતો . મને ખબર નહોતી પડતી કે હુ શું બોલુ...એટલી ઉથલ પાથલ મારા હ્રદય માં મચી ગઈ...ભાઈઓ અને બહેનો કોઈ આ બજાર વાળા,ખરાબ ન લગાડે...પણ આપણે થોડુ બદલાવાની જરુરત છે...આપણે આપણા ઘરનું હાસ્ય અને આપણા બચ્ચાઓ નું બાણપણ બેઈ, આમા હોમીયે છેં....

નીતા કોટેચા

No comments:

Post a Comment