Sunday, June 7, 2009

વ્રુધ્ધાશ્રમ

આપણા એક મહાન નેતાને કહેવામાં આવ્યું કે વૃધ્ધાશ્રમનૂ ઉદ્ગાટન તમારે હાથે કરવું છે..તો એમણે ના પાડી.કે જ્યારે વ્રુધ્ધાશ્રમ બંધ કરવું હોય ત્યારે બોલાવજો.એમનો કહેવાનો ભાવાર્થ એમ હતો કે, વૃધ્ધોને એમના સંતાનોના ઘરમાં જ આદરનું સ્થાંન મળવું જોઈએ.તો હવે એ વ્રુધ્ધોનું શું?નાનપણથી બાળકોને પોતાના કોળીયા ખવડાવ્યા. કદી પણ એ ન વિચાર્યું કે પોતાનું શું થશે? પણ બાળકોની ઇચ્છા પૂરી કરી..આખી જિંદગી એમના માટે ખર્ચી નાખી..બાળકને સારામા સારું ભણતર આપ્યું..આને માટે બહારથી વ્યાજ પર પણ પૈસા ઉપાડ્યા.અને આજે બાળક જ્યારે મોટું થાય છે; ત્યારે એમ કહે છે કે, એ તો તમારી ફરજ હતી..પણ પોતાની ફરજ એ ન નીભાવેં. માતાપિતાએ એકલાં રહેવું પડે; અને એમની સાથે રહે, તો હેરાન થઇ જાય..તો વ્રુધ્ધાશ્રમ ખોલવામાં શું શરમ? ..હુ તો એમ કહુ છુ કે, આના જેવુ પુણ્યવાળું કોઈ કામ નહી હોય. જ્યારે સમય મળે ત્યારે એક વાર આટો તો મારો વ્રુધ્ધાશ્રમ નોં... રૂવાંડાં ઉભાં થઈ જશે.મારે એક વાર ત્યાં જવાનું થયુ હતુ. ત્યાં એક વડીલ સાથે વાત થઈ. તે કહે, " બેન! મારા દીકરા વહૂ બન્ને મુંબઈની મોટી હોસ્પીટલમાં બહુ મોટાં ડોકટર છેં. અને અહીયાં હુ બીમાર છું; એની એમને ખબર પણ નથી."મે પુછ્યુ, " કઈ હોસ્પીટલમાં?" આમ કેટલીય વાર પુછ્યુ, તો પણ બોલ્યાં કે "ના! બેન, જવા દ્યો. એમાં એમની બદનામી થશે." માંડ રડવું રોકી શક્યા. ત્યાં હ્રદય માં આવી વાતો ભરેલી હોય. વૃધ્ધાશ્રમ ખોલીને, ત્યાં માન આપીને વડીલોને સાચવો જુઓ. કેવો આનંદ આવે છે! કદાચ મંદિરમા જવાથી ન મળે એવો આનંદ મળશે.

નીતા કોટેચા

No comments:

Post a Comment