Sunday, June 7, 2009

હુ હાથ નહીં પણ હૃદયથી લખું છુ.

હું એક લાગણીથી ભરેલી મૂરખ વ્યક્તિ છું; એ મને ખબર છે.
કોઈ મારું કેટલું પણ ખરાબ કરે, તે માટે મને ખરાબ નથી લાગતું.
લોકો મારી ઉપર ગુસ્સો કરે, તો આજની તારીખમાં પણ મને ખરાબ ન લાગે.
મને એમ થાય કે, મારી પર પ્રેમ છે ત્યારે ગુસ્સો કરે છે ને?
પણ હુંય બે હાથ અને બે પગવાળી સામાન્ય વ્યક્તિ છું. ક્યારેક તો મને પણ દુખ થાય.
મારું કહેવું ફક્ત એટલુ જ છે કે, ભાષા બનાવી કોણે?
એનાં નિયમ બનાવ્યા કોણે?
એવીજ રીતે ઉંઝા જોડણી પણ કોઇકે તો બનાવી છે.
તો લોકો જ્યારે ઉઝા જોડણી સાથે ઓરમાયુ વર્તન કરે,
ત્યારે કેમ આપણે ચલાવી લઈએ છીએ?
અને પાછા આપણે માનીએ છીએ કે, આપણે વાંચીએ છીએ, પણ પ્રતિભાવ નથી આપતા.
કેટલી શરમની વાત છે?
અહીંયાં મે હંમેશ પોતાને વિદ્યાર્થીની ગણાવી છે;
કારણકે અહીંયાં માંધાતા જેવા લોકો છે, કે જેમના ચરણસ્પર્શ
કરવા મળી જાય તો પણ આપણો ઉધ્ધાર થઈ જાય.
હુ ફરીથી કહું છું કે ' કોઇ મને કહે કે, તારી જોડણીમાં ભૂલ થાય છે,
તો હુ માથું નમાવીને માનવા તૈયાર છુ.
પણ કોઇ એમ કહે, કે તમારા વાક્યનો કોઇ અર્થ જ નથી નીકળતો;
તો એ તો અપમાન જ છે.
હુ હાથ નહીં પણ હૃદયથી લખું છુ.
મારા લખવા પાછળનો એક જ હેતુ છે કે, ક્યાંક કાંઇક જે ખોટું છે તે
બદલાય.
મોબાઈલનો ઉપયોગ હુ પણ કરું છું; અને વધારે પડતો કરુ છું.
પણ મને ખબર છે કે, એનાં ગેરફાયદા કેવા છે.
તો બસ એ બધાંને બતાવું છું.
એક વડીલ સાથે આપણે વાત કરતા હોઈએ; અને વચમાં કોઇનો
ફોન આવે અને આપણે એમની સાથે એટલા વાત કરવા લાગીએ
કે, આપણે ભુલી જઈએ કે, એ વડીલનું આપણે અપમાન કરી રહ્યા
છીએ .
મારી વાતો બધી જોયેલી અને અનુભવેલી છે.
હુ સોનલબેનની ખૂબ આભારી છું કે, એમણે મને


http://service.vishalon.net/pramukhtypepad.htm.

આની ભેંટ
આપી.
હુ બે દિવસે એક વાત લખીશ; પણ બરોબર મઠારીને લખીશ.
બધાંનો ખૂબ ખૂબ આભાર. હું હજી કહુ છુ કે, મારી ભૂલો કહેતા
રહેજો. એમાં કોઇને ના નથી. પણ બોલતાં પહેલાં હમ્મેશ વિચારવુ
કે, કોને કેટલું ખરાબ લાગી શકે છે. ભગવાને બધાંને હૃદય આપ્યુ
છે. હું તો બધાને વિનંતી કરીશ કે, કોઇને પથ્થર બનવા માટે
મજબુર ન કરશો.
ઉંઝાને અપનાવનારા પણ ભાષાપ્રેમી છે - ઘણા તો ભાષાશાસ્ત્રી છે.
આપણા બાપ કે દાદાની ઉમ્મરના છે. એમનું અપમાન થાય;
એમંને માટે અઘટિત શબ્દો બોલાય , એ બધું શું સારા માણસોને
શોભે છે? એમની ભાવના, મારા જેવી સામાન્ય વ્યક્તિ પણ ભૂલ
વિના લખી શકે તેવા નિયમો બનાવવાની છે. એમનો તો આપણે
આ સેવા કાર્ય માટે આદર કરવો જોઈએ. એમને ત્રાસવાદી,
દુર્યોધન , દુઃશાસન એવા શબ્દો સારા સારા લોકો વાપરે છે, એ
મને બહુ જ ખરાબ લાગે છે. આ સજ્જનતા ન કહેવાય. એમને પણ
લાગણીઓ છે. એ દુભાવીને આપણા લોકો બહુ મોટું પાપ કરી રહ્યાં
છે.
સ્પેલચેકરની વાત તે તો બહુ આનંદના સમાચાર છે - ખાસ તો
મારા જેવા ઓછા જાણકાર માટે. પણ શાળાઓનું શું? સામાન્ય
માણસ કાગળ ઉપર લખે એ ખોટું હોય , તેનું શું? ગામડાંઓમાં,
નાના શહેરોમાં અને જેમની પાસે કોમ્પ્યુટર ન હોય, એવા સામાન્ય
સ્થિતિના માણસોનું શું? એમંને કોણ સાચી જોડણી શીખવશે? અને
ગુજરાતી શીક્ષકો આ માટે કેટલી ચીવટ રાખે છે? એમની પાસે તો
કદાચ જોડણીકોશ પણ નહીં હોય, અને હશે તો કોણ એ બધી
કડાકૂટ કરવા તૈયાર થશે? આપણે આ બધું પણ વિચારીએ તો?

નીતા કોટેચા

No comments:

Post a Comment