Sunday, June 7, 2009

૧૫ ઓગષ્ટ




આપણે ૧૫ ઓગષ્ટ મનાવીયે..આપણે સંપ ની વાતો કરીયે..પણ પાછા આપણે ઝઘડા પણ એટલા જ કરીયે..એવુ કેમ્?ટીવી માં જ્યારે પાકિસ્તાન અને ભારત નાં લોકો પ્રેમ થી એકબીજા ને મલે તો આપણા આંખ માં થી ક્યારે અશ્રુ સરી પડે એ આપણને જ ન ખબર પડે.. તો પણ આપણે એક બીજાનાં દુશ્મન કહેવાઈયે,...એવુ કેમ?
લીલો કલર આંખ ને થંડક આપે છે એટલે સવારના બગીચા માં જાવાનુ અને ઝાડ સામે જોવાનુ..કેટલી એ હોસ્પિટલ માં રુમ નાં પડદા એટલે લીલા રાખે જેનાથી આપણને શાંતી મલે... પણ મને તો, લીલો કલર યાદ કરુ, ને પાકિસ્તાન યાદ આવે, પણ હુ જ્યારે આ બોલુ તો કેટલા બધા લોકો ને ઉકળાટ થાય એવુ કેમ?
ક્યાંક એક પિક્ચર માં ડાયલોગ હતો,"પાકિસ્તાની ઓ જ્યાદા મત ઉડો .તુમ હમારે મે સે નીકલે હો, તો હમ બાપ હુવે ઔર તુમ બેટે..
તો બાપ બેટામાં દુશ્મની કેમ?બહુ વાર સાંભળીયુ છે કે કુંટુબ ને કદાચ ન સંભાળાય તો કાંઇ નહી પણ પડોસી સાથે કદી ન બગાડો..પહેલો સગો પડોસી.. તો પછી.....
મારા મોબાઈલ માં ક્રિકેટ ની ગેમ છે..મને એ રમત ખુબ ગમે..હુ આખો દિવસ જ્યારે સમય મલે ત્યારે એ જ રમતી હોવ.એમાં બે ટીમ આપણે જ પંસદ કરવાની હોય..હુ પાકિસ્તાન અને ભારત પંસદ કરુ તો હુ ભારત ને જીતાડવા માટે પાગલ થઈ જાવ.પણ જો ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન પંસદ કરુ તો ક્યાંક ખુણા માં એમ થાય કે ઓસ્ટ્રેલીયા હારે તો સારુ..એવુ કેમ?
વંદે માતરમ



નીતા કોટેચા


No comments:

Post a Comment