Sunday, June 7, 2009

લોકોનું બોલવુ


ગુજરાતી લખાણની જોડણીમાં હું બહુ ભૂલો કરુ છુ; એમ મને અવારનવાર કહેવામાં આવેછે. અને એ મને પણ ખબર છે. મને બહુ વખત એમ થયુ કે, ભૂલો ઓછી થઈ જાય તેવી,'ઉંઝા જોડણી' વાપરુ. પણ ઉંઝા જોડણી આપણામાંથી ઘણા લોકોને નથી ગમતી; એટલે એવિચાર પણ પડતો મૂક્યો. હવે મેં સંકલ્પ કર્યો છે કે, હું મારી જોડણી સુધારીને જ જંપીશ.અને ત્યાં સુધી આ બ્લોગ ઉપર લખાણ બંધ. અને જો કદાચ થાકી જઈશ, અને નહીં શીખીશકુ; તો પહેલાં ફક્ત પોતાના માટે જ લખતી હતી, એમ જ લખીશ. બ્લોગ બંધ...બીજુ શું?
કારણકે, મને પણ નથી ગમતુ કે, હુ ભૂલો સાથે લખુ. મને ખબર પડે છે કે, બધાંને કેટલીતકલીફો થાય છે. તો બધાં મારા માટે થોડી દુઆ માંગજો કે, હુ મારી ભૂલોને સુધારી શકુ.હવે મારામાં વધારે ટીકાઓ સાંભળવાની તાકાત નથી રહી. હવે હુ બધાના બ્લોગ વાચીશઅને પ્રતિભાવ પણ મારી રીતે અંગ્રેજી - ગુજરાતીમાં જ આપીશ! આ લખ્યુ એમાં પણ બહુભૂલો હશે; તો એના માટે પણ હુ માફી ચાહુ છુ. કોઈ એમ ન સમજતા કે, મને કાંઇ ખરાબલાગ્યુ છે.


Tamara lakhela vakya nokoi arth nikalto j nathi


દુઃખ આ વાતનું થયુ છે..ભુલો બતાડે એ હુ સ્વીકારવા તૈયાર છું, પણ અપમાન ન સહન થાય મારાથી..
પણ એટલુ જરુર કહીશ કે, જો ભાષાને માતૃભાષા કહેવામાં આવે છે; તો માતા પાસે ભુલોકરવાની બધી છુટ હોય ને? હા, ભાષા સુધારવા પ્રયત્ન જરુરી હોય છે, એટલે એસુધારવાનો સમય માંગુ છુ. હીમ્મત રાખીને, 'ઉંઝા જોડણી જેવો, બધાનું કામ સરળબનાવી દે તેવો, સારો સુધારો શા માટે ન અપનાવવો? ' એમ પણ મને કદીક થાય છે. બધાંએ અપનાવે તો કેટલું સરળ બની જાય?જોઈએ, ભગવાન મારી પાસે શું કરાવે છે?તો ચાલો આવજો બધાં. હવે આપણે ત્યારે જ મળીશુ, જ્યારે હુ મારી ભૂલો સુધારી શકીશ.ત્યાં સુધી અલવિદા.

નીતા કોટેચા

No comments:

Post a Comment