Sunday, June 7, 2009

શું કરવુ જોઈયે ???

મારી એક friend છેં, એણે એક સંત ને કે એક મુની ને, મારે એ બાબત ચોખવટ નથી કરવી..
પણ એણે એક વ્યક્તી ને પોતાનાં ગુરુ તરીકે માન્યા છેં...હવે તેને ખબર પડી કે, એ વ્યક્તી બહુ ખોટા કામ કરે છેં... મને કહે શું કરુ?મે કહ્યુ "એને છોડી દે..."તો કહે "ના ગુરુ તો જિંદગી ભર એક જ હોવા જોઈયે..."
મે પુછ્યું "પછી ભલે એ ખોટું કરે"..
તો કહે "હા,વારે વારે બદલાવાય નહી.."મે કહ્યુ "આવો નિયમ કોણે બનાવ્યો છેં?"તો કહે "કોઇએ નહી... પણ આપણો પતિ કાંઇ ખોટું કરે તો આપણે ચલાવીયે જ છે ને???અને પત્ની ખોટું કરે તો પતિ પણ ચલાવી લે છે....તો ગુરુ નું કેમ નહી.... "શું જવાબ આપવો????કારણ, પતિ અને પત્ની ધર્મ ના રખેવાળ નથી હોતા એટલે એમની ભુલ ક્ષમા ને યોગ્ય છેં ...પણ ગુરુ ખોટું કરે તો પણ કેમ એના વિરુધ્ધ આપણે જતા નથી.. એ કોઈ પણ ધર્મ ના હોય????????શું આપણે, ગુરુ થી ડરીયે છે એટલે????આપણે એમને પ્રેમ કરીયે છે એટલે???કેઆપણે એક આંધળો ભરોસો એમના પર કરી દીધો છે એટલે????ગુરુ ની ભૂલ ને, પતિ અને પત્ની ની ભૂલ સાથે સરખામણી મા લેવાય???


નીતા કોટેચા

No comments:

Post a Comment