Sunday, June 7, 2009

નોનવેજ ભાગ (૨)

નોનવેજ માટે મે જે વાત લખી હતી એમાં બહુ ઓછાં લોકો એ પોતાનાં પ્રતિ ભાવ આપ્યા..તો મને થયુ કે કદાચ વધારે લોકો ખાતા હશે એટલે જ પ્રતિ ભાવ નથી આવ્યા..પણ ૫ દિવસ રહીને મને mail આવવાના શરૂ થયાં...એમાંથી જે mail થી હ્રદય ને વધારે દુખ થયુ એ આપને જણાવું છું...એક વડીલ બા નો mail આવ્યો..નીતા, કેટલાં વખત થી જે વાત મારા મનમાં ચાલતી હતી અને જે હું કોઈને નહોતી કહી શકતી એ આજે તે કહી દીધી....મારા દીકરા,વહુ એમનાં બાળકો અને મારી દીકરી જમાઈ બધાં જ ખાય છેં મને બહુ દુખ થાય છેં પણ કોઈ માનતું નથી....હુ આ વાત ને લયને ખૂબ જ દુખી થાવ છું પણ એમને કાંઇ કહેવા જેવું નથી રહ્યુ હવે એ લોકો મોટાં થઈ ગયાં છે ને...બીજો MAIL આવ્યોંહું એક ૮૦ વર્ષ ની ઉમર નો દાદો છું...અને મરવા ની રાહ જોવ છુંનીતા, દીકરા તને એમ થશે કે હું થું કામ આવું કહુ છું પણ ઘર મા આ નોનવેજ ની વાસ સહન નથી થતી ઘરમા ખાવાનું નથી ભાવતું. તોય એ લોકો નું જમવાનું થઈ જાય પછી હું ઘરે આવું.નીતા જ્યાં સુધી તારા દાદી જીવતા હતા ત્યાં સુધી એ મને અલગ જમ્વાનું બનાવી આપતા હતાં,પણ હવે તો મારે એ જ વાસણ માં બનાવેલું ખાવું પડે છે ..અને હું એમને કહુ છું કે મને વ્રુધ્ધાશ્રમ માં મૂકી આવો તો એમની ઇજ્જત જાય છેં...જીવવું ભારે થઈ ગયું છે...મને એમનાં આંસું જાણે mail માં દેખાતા હતા...મને એ નથી સમજાતુ કે જે બાળકો ને આપણે નાનપણથી હાથ માં રાખીને મોટાં કર્યા આપણે જેને આપણે જ બંધુ સીખડાવ્યું...એ જ બાળકો હવે આપણી શું હાલત હોય એ કેમ ન સમજે...અને કેમ આપણી વાત ન માને..એ લોકો કેમ નથી સમજતા કે કોઈ દિવસ પણ એ લોકો માતા..પિતા કરતા મોટાં તો નહી જ થઈ શકે...
નીતા કોટેચા

No comments:

Post a Comment