Sunday, June 7, 2009

સંબંધ

આજકાલ લગન નાં દિવસો ચાલી રહયાં છેં..એક એક પ્રસંગ માં જઈયે ત્યારે દુખી થવાય છે જ્યારે જોઈયે કે એ જ ઘર નો એક ભાઈ ન ત્યાં હાજર ન હતો..અને ક્યાંક જોવા મળે કે કોઇની બહેન નહોતી ...ક્યાંક તો માતા પિતા જ હાજર ન હોય...ત્યારે જે લખાઈ જાય છે એ લખ્યું છેં..જો આ લેખ વાંચીને કોઇ એક ઘર નો સંબધ પણ પાછો પહેલા જેવો થઈ જશે તો મને આંનદ થાશે..જોડણી ની ભુલ ન જોતા..વાત ને સમજવા ની કોશીષ કરશો તો મને વધારે ગમશે..બધા પોતાનાં સગા ઓ ને આઅ લેખ મોકલાવજો જેની સાથે તમારે સંબધ ટુટી ગયો હોય કદાચ બધુ સારુ થઈ જાય..બસ થોડુ જતુ કરવાની ભાવના આપણે પણ રાખવી જ પડશે..સંબંધો એ શમણા રચાવ્યા બહુ હતા...અને હવે સંબધો મ્રુત્યું પામ્યા છે બધા..સંબંધો ને સાચવ્યા ફુલ ની જેમ ..પણ એનાં જ કાંટા ચુભ્યાં છે મને બહુ...ક્યારેક આવુ બોલાઈ જાવાય સંબંધ માટે..સંબંધ એટલે શું ???બે વ્યક્તિ ઓ નાં હ્રદય ની વચ્ચે બાંધેલો એવો બંધ કે જે સુંવાળો હોય, શાણપણ વાળો હોય, અને સમજણ વાળો હોય..એમાં એક પણ તડ પડે ને તો એ બંધ ને ટુટતા વાર નથી લાગતી..કેટલાયે ઘરો માં સાંભળ્યું છે કે ભાઈ- ભાઈ ને બોલવાના વ્યવહાર નથી હોતા..ભાઇ -બહેન નાં બોલવાના વ્યવહાર નથી હોતા..અરે એક ઘર માં રહીને દીકરો માતા પિતા સાથે બે વર્ષ થી વાત નથી કરતો..મને વિચાર આવે કે એવા કેવા ઝગડા થયા હશે કે આટલા અબોલા હોઈ શકે બે જણ વચ્ચે..પણ હા આ એક કડવું નગ્ન સત્ય છે કે આવુ બને છેં..જે માતા એ જન્મ આપ્યો એની સાથે દીકરા વાત નથી કરતા હોતા...અને જે ભાઈ- ભાઈ અને ભાઇ- બહેન, સાથે મોટા થયા હોય અને જ્યારે નાના હતા ત્યારે જે બધુ પોતાનાં ભાઈ બહેનો ને આપી દેવાની વ્રુતી ધરાવતા હોય છે એ અચાનક બદલાઈ જાય છે ...અને સામે મળે તો બોલવાના વ્યવહાર નથી હોતા...બધાએ એકબીજા સાથે ન બોલવાના સમ લઈ લીધા હોય છેં...અરે એવા કેવાં ઝઘડા હોય કે આટલું વેર....બધા એકબીજાને મલ્યાં છે તો કોઇ રૂણાનુબંધ ને લીધે જ તો..એ રૂણાનુબંધ પુરુ કરવા ની બદલે આપણે પાછુ એન બાકી રાખીયે છે અને પાછા આવતા જન્મ માં મળવાનું નક્કી કરી લઈયે છેં...સારા સારા ઘરો માં આ બધુ જોવા મળે છેં...અને કોઈ નાં પેટ નાં પાણી એ નથી હલતા..હવે તો એવુ પણ સંભળાય છે જ્યારે કોઇ સંબંધ ટુટે છે ત્યારે કે એમાં શું આ તો ઘરે ઘરે જોવા મળે છે ..અરે પણ તારા ઘર માં શું કામ થયું એ વીચાર ને ...કેટલાયે ઘર એવા છે કે લોકો ફક્ત એકબીજા માટે જ જીવે છે એ ઘર નાં દાખલા લે ને...જે ઘર માં આવુ થતુ હોય એ લોકો નાં સંબધી ઓ ને વિનંતી છે કે ચુપ ન રહેતા.કારણકે સંબંધ જોડાવા માટે જો તમે નીમીત્ત થશો તો તમને અનેક જાત્રા ઓ કરતા વધારે પુણ્ય મળશે...અને એક એક વ્યકતી ઓ ને કહુ છુ કે ન ફાવે તો ઓછુ બોલો પણ સંબધ જોડાવા ની કોશીષ કરો ...કારણ સમય નીકળશે એમ એમ એ સંબધ દુર થતા જશે...પછી જોડાવું શક્ય નથી...કોઇ પણ સંબંધ હોય એ..મિત્રતા નો હોય કે લોહી નો હોય...વધારે દીકરા વાળી મા વધારે દુખી એ પણ એક હકીકત છેં...એની માટે બધા દીકરા સરખા હોય છેં પણ એ લોકો એ જ માતા ને કહે છે કે તને હુ વહાલો નથી...આવુ બોલીને હે દીકરા ઓ માતા ને ગાળ ન આપો...કારણકે માતા એ એ બધા બાળકો વખતે પ્રસવ ની વેદના સરખી જ ભોગવી હતી..અને એટલા જ ધયાન થી નવ મહીના પોતાને સંભાળ્યુ હતુ..એક પુરુષ આખી જિંદગી માં સ્ત્રી ની સૌથી વધારે દેખભાળ ત્યારે જ કરે છે જ્યારે એ સ્ત્રી એનાં ગર્ભ માં એના સંતાન ને ઉછેરતી હોય છેં...અને એ જ બાળક મોટો થઈ ને એ જ પિતા ને કહે છે કે આજથી મારે અને તમને સંબધ કાંઇ નહી....લોકો ની વાતો સાંભળી યે ને ત્યારે લખાઈ જવાય છે કે....સંબંધો ને લાગણી સાથે સંબંધ નથી હોતો ..અને મિત્રો ને વફાદારી સાથે સંબંધ નથી હોતો...ટુટે છે ઘડી વાર માં હ્રદય કોઈક નુંએ જાણવા માટે કોઇને સમય નથી હોતો...જિંદગી જીવે રાખવાની છે પુરી કરવા માટેઆ દુનિયા માં આપણે હોઈયે કે ન હોઇયે એનાંથીકોઇ ફરક નથી હોતો..............સંબંધો ને સંભાળવા પડે છે વધારે...અને પ્રેમ ને પંપાળવો પડે છે વધારે...ન સંભાળીયે અને ન સાચવીયે જો સરખાં..તોઆ જ સંબંધો દુખ આપે છે વધારે..............સંબંધો વણસી જાય પછી શું ??અને કંઇક બોલાય જાય પછી શું??હ્રદય માં તીરાડ પડી જાય પછી શું ??અને સંબંધ ટુટી જાય પછી શું ??વસાવ્યા હતા જેમને આંખો માંએ જ ખૂંચવા લાગે ..તો હવે શું ??ચલો જવા દ્યો બધી વાતોહવે તો એ અમારાં રહ્યા નથી હવે શું ??...........કરશે લોકો પથ્થર ની પૂજા..પૂજાવુ હોય તો પથ્થર બની જા...અને આ પથ્થર જેવા માનવી ઓ ની દુનીયા માંજો જીવવું હોય તો હ્રદય વિહોણુ બની જા..મારા છે મારા છે બધા એમ કરી ને જીવતા હતા આટલા વખત થી ,,હવે તો ભ્રમ ને ભાંગી ને હકીકત સમજી જા..............હવે કફન ની જરુરત ક્યાં છે મને...મિત્રો એ બેવફાઈ નું કફન ઓઢાવી દીધુ મને...હવે બે ગજ જમીન ની જરુરત ક્યાં છે મને બળવા માટેપોતાનાં ઓ એ એમનાં શબ્દો થી બાળી નાખી છે મને..ચિંતા ન કરો એ દોસ્તો , જે હજી મારા છો..હુ તમારી જ છું ,ત્યાં સુધી, જ્યાં સુધી બેવફા નહી બનો તમે.....

નીતા કોટેચા....

No comments:

Post a Comment