Sunday, June 7, 2009

અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો...

અમારુ મિત્ર વર્તુળ નાનુ છે પણ મજાનું છેં ...અમે લોકો બધા જ્યારે મલીયે ત્યારે કોઇ ને કોઇ વાત પર અમે બધા ચર્ચા કરીયે...અને કોઇ એક વાત પર સર્વ સમંતી થી નક્કી કરીયે કે હા આ બરોબર છેં અમારા બાળકો પણ અમારી સાથે એ ચર્ચા માં ભાગ લે...ખુબ આંનદ આવે....એ ચર્ચા ક્યારેક રાજકરણ પર હોય....
ક્યારેક સાસુ વહુ પર હોય
ક્યારેક સાથે રહેવુ સારુ કે અલગ રહેવુ સારુ એના પર હોય...
ક્યારેક આપણે ક્યાંક્યાં સ્વાર્થ આપનાવ્યો છેં એના પર હોય....
ક્યારેક બધા પોતાનાં ગુન્હા કબુલ કરે એવો દિવસ રાખીયે....
આવુ કાંઇક નવુ કરતા રહીયે...જ્યારે મલીયે ત્યારે...
ક્યારેક એ મુલાકાત મહીના માં એક વાર થાય તો ક્યારેક એ મુલાકાત છ મહીને એક વાર થાય....
પણ ગમે, બધાનાં વિચારો જાણવા મળે.....
આપણા બાળકો શું વિચારો ધરાવે છે એ ખબર પડે...
અમારા મિત્ર વર્તુળ માં એક જોડી મુસલમાન છે...
હમણા જ્યારે છેલ્લે મલ્યાં ત્યારનો વિષય હતો કે નોનવેજ ખાવુ જોઇયે કે નહી ....
અમારી ચર્ચા આ પ્રમાણે હતી....
મે કહ્યુ ક્યારેય ન ખવાય ....એની માટે વિચારવુ પણ પાપ છેં .....
અમારા મુસલમાન મિત્ર નું કહેવુ હતુ કે અમાર ધર્મ માં એને પાપ નથી ગણાતુ તો અમે કેમ માનીયે?
મે કહ્યુ "ધર્મ માં ભલે નથી કહેવાતુ પણ મને એક વાત નો જવાબ આપો તમારુ કાળજુ ન કપાઈ જાય જ્યારે તમારીસામે કોઇ એક માણસ મુરગી ની મુંડી કાપે અને પછી એનાં પીછા કાપે અને અંદર થી ... "
મારાથી આગળ બોલાણુ પણ નહી...
તો અમારા એ મિત્ર એ કહ્યુ કે "જુઓ ભાભી અમને એવુ કાંઇ ન થાય..તો અમે શું કરીયે? "
મને એ વાત નો જવાબ આપો જો તમારી દીકરી ને કોઇ છોકરો પસંદ પડે અને એ નોન વેજ ખાતો હશે તો તમે શું કરશો? "
મે કહ્યુ "મે મારી દીકરી ને સમજાવ્યુ છે કે, જો તમે કોઇ મચ્છી માર્કેટ પાસે થી નીકળો છો તોય તમારાથી એ વાસસહન નથી થાતી તો તમે એવા લોકો નાં ઘર માં કેવી રીતે રહી શકશો.......
તો પ્રેમ કર્યા પહેલા વિચારજો કે તમે તમારુ આખુ જીવન દાવ પર લગાવો છો...... "
અને મે એ મારા એ મિત્ર તરફ જોઇને કહ્યુ કે "મને એક વાત કહો હુ તમને એક દુધ નો ગ્લાસ આપુ અને તમે એ દુધપીતા હો અને તમારા નાક ની નસકોરી ફુટે અને એ લોહી નાક માં જાય તો શું તમે એ દુધ પી જાશો?(આ કોઇ સંત નુબોલેલુ વાક્ય છે જે સાંભળ્યુ હતુ એ ત્યારે યાદ આવી ગયું) "
તો એમણે મોઢુ બગાડ્યુ કે શું ભાભી એ કેમ પીવાય ?
તો મે કહ્યુ તમે તમારુ લોહી નથી પી શક્તા પણ બીજાને ચીરી ને ખાઈ શકો છો?
તો એમની પાસે કોઇ જવાબ ન હતો॥મને એમ થયુ કે હુ એક જણ ને નોન વેજ ખાવામાથી બહાર કાઢી શકી..અને મનમાં રાજી થાતી હતી..
ત્યાં એ ભાઈ બોલ્યા। "મને એક વાત કહો ભાભી વિચારી લ્યો કે તમારી દીકરી જેને પરણી એનાં ઘરમાં નોન વેજખવાતુ હશે તો શું કરશો? "
મે કહ્યુ હુ એનાં ઘર નું પાણી પણ નહી પીવુ .... એને ખાઈ માં પડવુ હોય તો હુ એને બચાવવાની પુરી મહેનત કરીશપણ જો તોય એવુ પાત્ર મલ્યુ તો કમસેકમ હુ તો એનાં ઘર નું પાણી પણ નહી પીવું......
તો એ ભાઈ એ જવાબ આપ્યો ભાભી તો તૈયાર રહેજો તમારી દીકરી નાં ઘર નું પાણી ન પીવા માટૅ...કારણકે આજ કાલ૧૦ માં થી ૮ ગુજરાતી ઓ કદાચ નોનવેજ ખાતા હશે...
અને આજ કાલ નાં બચ્ચાઓ તો બધા જ ખાતા હશે....
અને મને થોડા દિવસ પહેલા જ સાંભળેલી વાત યાદ આવી ગઈ॥કે હકીકત માં એક ગુજરાતી ઘરમાં બાપ અને દીકરીઓ પોતે નોનવેજ બનાવતા હતા.....માતા બનાવી નહોતી ...બનાવવા માટે ના પણ પાડી નહોતી શક્તી..... કારણકેએ લોકો એ કહી દીધુ હતુ કે અમે આના વગર નહી જીવી શકીયે......
અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો...

નીતા કોટેચા

No comments:

Post a Comment