Sunday, June 7, 2009

હવે પોતે રખેવાળ બનો...

આપણો દોષ આપણે ક્યારે બીજાં પર ઢોળવાનું બંધ કરશું..આપણે ત્યાં કાંઇ પણ થાય આપણે કહેશું કે પાકીસ્તાન એ કર્યું...કારણ કે એ તો આપણાં મા થી નીકળેલ દેશ છે ને...એટલે એને કહેવાય કાંઇ પણ.. અરે પોતાની ભૂલ તો ગોતો..પણ અહીયા તો બધાને પોતાનુ ઘર ભરાય છે કે નહી એની ચિંતા હોય છે ને...બધે બાજુ બસ પૈસા ખાવાના..ભલે ને કોઇ ગેર કાયદે ઘુસે છે આપણાં દેશ માં...મને શું??? મને આપતા જાય છે ને પૈસા..હુ મારી આંખો બંધ કરી લઈશ..પાકીસ્તાન એ કદાચ કર્યુ પણ હોય ચલો એ પણ માની લઈયે પણ આપણે શું કરતા હતા??આપણાં નેતા ઓ શું કરતા હતા..આપણાં ચોકીદારો શું કરતા હતા..??હા હમણાં તો તેઓ રાજ ઠાકરે માં વ્યસ્ત હતા ને...બીચારાં ક્યાં ક્યાં ધ્યાન આપે...છેલ્લાં કેટલાક વખત થી તો આ ચાલુ હતું...પહેલાં બાળાસાહેબ એ મુસલમાનો ને આગળ કર્યાં અને હવે ભત્રીજા એ બીહારી ઓ ને..અરે આ તો આપણાં જ દેશ નાં બચ્ચાં છે ભઈ..એ લોકો ને આવતા રોકો છો ..આતંકવાદી ઘુસી ગયા ત્યાં સુધી શું કર્યું??એને અટકાવવાની તાકાત રાખોને...શુંકામ સાદાં સીધાંલોકો નાં મગજ માં ઝેર ભરો છો...મુસલમાનો માટે તો ઝેર ભરાઈ ગયુ છેં...મારી દીકરી ની ૪ friends કે જે મહારાષ્ટ્રીયન...વર્ષો નો સાથ એક બીજાનો..કેટકેટલી વાતો મા ચર્ચા થાય બધાં વચ્ચે...પણ કોઈ દિવસ કોઇવાત પર એવો ઝગડો ન થાય કે અબોલા ન થાય..હમણાં જ્યારે આ હુમલો થયો.મુંબઈ માં sms ફરતા થયાં..કે ક્યાં છે રાજ ઠાકરે ની સેના..એને કહો મુંબઇ ને બચાવનાર માં ૨૦૦ જુવાન આવ્યા હતા એ બધા એ જ બાજુનાંહતા જે લોકો ને એ અહીંયાથી ભગાવવાની કોશિશ કરે છેં..મારી દીકરી એ યાદ રાખીને એ sms એ friends ને ન મોકલાવ્યો..કે એમને દુખ થાશે..પણ એણે એ વાત એના orkut નાં 1 st પાના પર લખી..એ friends નો ફોન આવ્યોં કે વીંધી યે તુમને જાનબુજકર હમે સુનાને કે લીયે લીખા હૈ..વીધી એ એને બહુ સમજાવવાની કોશિશ કરી..કે તુ શું કામ આટલું બધુ વિચારે છેં આટલુંસમજ એ એક નેતા છે અને એ ફકત જાત પાત નુનામ લઈને આપણાં મગજ અને લાગણી ઓ સાથે રમે છેં..પણ એ માનવા તૈયાર નથી..એનાં મગજ માં એકદમ બેસી ગઇ છે એ વાત કે મરાઠી ઓ ને જ તે ખરાબ કહ્યા,અને હવે વાત પણ કરવાની બંધ કરી નાંખી છેં...આ નેતા ઓ નાં કામ..આટલા જુવાન બાળકો નાં મગજ માં રાઈ ભરાવી નાંખી કે મરાઠી એટલે કાંઈકખાસ..રસ્તા પર મે સાંભળ્યું છે મરાઠી છોકરાઓ નેબોલતા કે અવાજ મત કર નહી તો બુલાતા હૈ અભી રાજ ઠાકરે કો..નેતા ઓ ને ખબર છે આમ જ આતંકવાદી ઓ નાં જનમ થતાહશે..પોતાની જાત પોતાનાં ધર્મ માટે આટલું જનુનન ભરો...એ લોકો ને જીવવા દ્યો શાંતિ થી...શું કામ કુમળી વય નાં બાળકો નાં મગજ ને ખરાબ કરો છોં..એમાં આપણાં નેતા ઓ ...કોઈક નાં લખેલા પ્રવચન જોઇને બોલતા આવડે પણ એમનેએમ એ લોકો સારુ નથી બોલી શકતા એ નક્કી થઈ ગયું ..કારણકે જોયા વગર નુ એ લોકો કેવુ બોલે છે એ દેખાઈ ગયુ...આ આપણાં નેતા ઓ...નરેન્દ્ર મોદી કહે છે કે અમેરીકા ની જેમ આપણે હવે આપણા પર હલ્લો ન થાય એ ધ્યાન રાખવાનું છેં..અરે મારા ભાઈ મુંબઈ માં થયુ ત્યારે આ અક્કલ આવી ગુજરાત માં થયુ ત્યારે આ શાણપણ ક્યાં ગયુ હતું.પણ પાછું બીજા ની ભુલ કેમ શોધવી?? ..હુ બધાને કહુ છુ કે આ વાચ્યાં પછી કોઇ મારી સાથે વાત કરવા ન આવે કે નરેન્દ્ર મોદી કેવા વ્યક્તી છેં હુ નથી કહેતી કે તેઓ ખરાબ છેં પણ એમની માટે કહુ એટલે આખુ ગુજરાત મારા પર બોલવાનું શરૂ થઈ જાય છેં..આપણે જાગ્રુત થવાનું છે કે તેઓ પણ એક નેતા છેં...એ મુંબઈ નાં રાજ ઠાકરે હોય કે ત્યાંનાં હોય..હવે બધાં એ વિચારવાનો સમય આવી ગયો છે..તમારે ત્યાં કોઇ ને ઘર ભાડા પર રહેવા આપ્યું હોય જરા એને ચકાસો..તમને કાંઇ અજુગતુ લાગે જરા એની વાત જઈને પોલીસ ને કરો..હવે એ લોકો પણ બધી વાત માં સહકાર આપશે...અને ન આપે તો જઇને મીડ ડે વાળા ઓ ને લખાવી આવો કે આવુ થયુ છે અને એ પોલીસ સાંભળતી નથી..હવે આપણે જ આંખો ખુલ્લી રાખવી પડશે અને ચોકી પહેરો ભરવો પડશે...અને છેલ્લે આપણાં દેશ નાં એ જુવાનો ને સલામ કે જે લોકો શહીદ થયા અને એ લોકો ને પણ જેમણે જાન ની ચિંતા કર્યા વગર આપણને બચાવ્યાં..

નીતા કોટેચા

No comments:

Post a Comment