Sunday, June 7, 2009

આતંક વાદ શું છે?

હંમેશા જ્યારે આ ઘટના થાય ત્યારે આપણે આ બધી ચર્ચા કરતા હોઈયે છે..પણ બે દિવસ પછી આપણે બધુ ભુલી જાઈયે છેંં..ઘરનાં ડાઇનીંગ ટેબલ પર બેસી દાળઢોકળી ખાતા ખાતા આપણે આપણા સીસ્ટમ ની બુરાઈ ગોતીયે છેં..અરે ૯.૫ ની લોકલ મોડી આવે તો આપણે કહીયે છે કે શું કરે છે આપણી સરકાર...ભઈલા તે શું કર્યુ અત્યાર સુધી દેશ માટે એ તો કહે..એક જુલ્મ ની વિરુધ્ધ અવાજ ઉઠાવાની તાકાત તો છે નહી ..પણ સરકાર શું કરે છે એ બોલતા જાણે બરોબર આવડી ગયુ છેં...ત્યાં હમલા ચાલતા હોય તો એક સમય નું ભોજન આપણે છોડી નથી શક્તા...અને વાતો મોટી મોટી કરતા આવડે છે ખાલી...અરે એ લોકો મર્યા છે ..ચલ હવે એની માટે કાંઇક ભેગુ કરીને એના ઘર સુધી તો પહોચાડી આવ...ના એ તો સરકાર સંભાળશે ને..અરે ભઈલા એમની આત્મા ને શાંતી મળે એ પ્રાર્થના તો કર..અરે સમય ક્યાં છેં...હવે એમણે સારુ કામ કર્યુ છે તો એમનુ સારુ જ થાશે ને...મારે તો મારા બચ્ચા ઓ ને સંભાળવા પડશે ને...અરે ભઇલા તો શું કામ સીસ્ટમ ની રામાયણ કરે છેં..કમસેકમ મુંગો તો રહે...એટલુ તો કરી જ શકે છે તુ...આપણે તો મુંગા રહીને પણ આપણા દેશ ને સાથ નથી આપતા..અરે નેતા ઓ કાંઇ નથી કરતા ચલો માન્યુ કે એ કાંઇ નથી કરતા..તો તે એ ખુરશી પર બેસવાની ક્યારેય મહેનત કરી ..ના...બસ ખાલી વાતો વાતો ને વાતો...આપણે કહીયે કે શું ધ્યાન રાખે છે આપણા માણસો કે આમ આ લોકો ગુસી આવે છે ...મને કહો કે ક્યાં ક્યાં ધ્યાન રાખે એ લોકો..આટલો મજબુત દેશ પન એમનુ W.T.C નહોતા બચાવી શક્યાં..મહેરબાની કરીને હુ બધા ને કહુ છુ કે પોતાની છાપ પાડવા માટે કે મને બોલતા સારુ આવડે છે ક્યાંય પણ ઉભા રહીને ચાલુ ન થઈ જાવ..પહેલા પોતે વિચારો કે મે કાંઇ ફાળો આપ્યો છે...પછી જ તમને બોલવાનો હક્ક છેં...આ મારી વિનંતી ગણો તો વિનંતી અને આક્રોશ ગણો તો આક્રોશ...

નીતા કોટેચા

No comments:

Post a Comment