Sunday, June 7, 2009

બાળમાનસ

ટીવી માં આવતી સીરીયલો મા થી બાળકો શું વિચારે છેં એ પણ જાણવા જેવું છેં...
મમ્મી પપ્પા નો આગ્રહ હતો કે એમનાંબાળકો રોજ આવતી સીરીયલ રામાયણ અને મહાભારત જોવે..
પોતાંને તો સમય હોય નહી એટલે એ લોકો સંસ્કાર એ ડબ્બા મા થી લેવા માટે કહે..
આવા જ એક ઘર માં મારે જવાનું થયું..
બાળકો બેઠા બેઠા સીરીયલ જોતા હતા..
સીરીયલ પુરી થઈ...
જાણે એક home work પુરુ કર્યું એવો ભાવ મે બચ્ચાઓનાં મોઢાં પર જોયો..
મમ્મી પપ્પાવખાણ કરતા હતા કે અમે તો આ એક આદત રાખી જ છે કે આ સીરીયલ તો જોવાની જ...
બધા વાતો માં પડ્યા..
હુ બધાની નજર બચાવીને બચ્ચાઓ પાસે ગઈ...
મે પુછ્યું "તમને કઈ વાત વધારે ગમી આ સીરીયલ માં"
તો કહે "રામાયણ માં મને તો હનુમાન જી બહુ ગમ્યા.
અને મહાભારત માં મને બધા જ ગમ્યાં..."
મે પુછ્યુ " શું ન ગમ્યું ?"
તો જે જવાબ મલ્યો એ સાંભળીને મને બહુ જ અચરજ થયું
મને એ બચ્ચા ઓ "કહે કે અમને એક વિચાર આવે છેં પણ કહીયે કોને...?"
મે કહ્યું "મને કહો.."
તો કહે "રામાયણ માં યુધ્ધ થયું, કારણ કે રાવણ, સીતા માતા નું હરણ કરી ગયાં હતા...
અને મહાભારત માં યુધ્ધ થયું...કારણકે પાંચાલી નું અપમાન થયું હતુ...
તો અમનેએમ વિચાર આવે છે કે તેઓ રામ ભગવાનનાં પત્ની હતા અને ત્યાં પાંડવો નાં પત્ની હતા એટલે આ યુધ્ધ થયું..પણ આખાં ગામ માં જો બીજી કોઇ ની પત્ની સાથે આ થયું હોત તો આ યુધ્ધ થાત?
અને બીજાં કેટલાં લોકો એ યુધ્ધ માં મરણ પામ્યા..તો શું એ લોકો ને તકલીફ નહી થઈ હોય...."
શું જવાબ આપુએ મને પણ ન સમજાણું...
ત્યારે તો મને કોઈકે બોલાવ્યું એટલે મારે ત્યાં થી ચાલ્યું જવું પડ્યું..પણ હવે જ્યારે એ બાળકો પાછાં મળશે ત્યારે એ લોકો મને પૂછશે તો હું શું જવાબ આપું???
શું આપ લોકો આ બાળમાનસ માને એવો કોઇ જવાબ આપી શકશો મને???
અને શું એ લોકો નાં વિચાર ને ખોટો ગણાવાય??
કે પછી પાછું હંમેશ ની જેમ એનેચુપ કરી દેવા નાં કે તને ન સમજણ પડે...
કે પછી માતા પિતા એ શીખવા જેવુ છે કે જ્યાં બાળકો નાં સવાલો નાં સમાધાન થાય એવી જ જગ્યાએ એમને આપણાં સંસ્કાર આપવા માટે મોકલાવો..નહી તો આવા કેટલાક સવાલો એમને જિંદગી ભર હેરાન કરશે...


નીતા કોટેચા

No comments:

Post a Comment